હું સુવર્ણ નથી હારી, રજત પદક મેળવ્યું છે: પીવી સિંધુ

હું સુવર્ણ નથી હારી, રજત પદક મેળવ્યું છે: પીવી સિંધુ

ભારતીય બેડમિન્ટન મહિલા ખેલાડી પીવી સિંધુની સકારાત્મક વિચારસરણી દરેકને પ્રોત્સાહન જરૂર પૂરું પાડે એવી છે. તેને ઇન્સટ્રાગ્રામ પર લખ્યું છે કે વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સતત બીજી વખત રજત પદક જીતવાની મને ખુશી છે મેં સુવર્ણ નથી હારી, રજત પદક જીત્યું છે અને હું આ વાત ગર્વની સાથે કહું છું કે મેં રજત પદક મેળવ્યું છે.