હું નિષ્ફળ છું પણ 2019 સુધી આશા છોડીશ નહીં : યુવરાજ સિંહ

હું નિષ્ફળ છું પણ 2019 સુધી આશા છોડીશ નહીં : યુવરાજ સિંહ

કોલંબો: ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન યુવરાજ સિંહે સ્વિકાર કર્યો છે કે તે નિષ્ફળ રહ્યો છે, જોકે તે 2019 સુધી આશા છોડશે નહીં. ભારતને 2011ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ છેલ્લા કેટલાક સમયથી ટીમમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે હું બતાવવા માંગું છું કે હું અસફળ રહ્યો છું. હું હાલ પણ નિષ્ફળ છું. ઓછામાં ઓછા ત્રણ ફિટનેસ ટેસ્ટમાં ફેલ રહ્યો છું, જોકે રવિવારે મેં પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. પોતાની કારકિર્દીને લઈને કોઈપણ નિર્ણય હું પોતે કરીશ. હું નિષ્ફળતાથી ડરતો નથી. મેં ઘણી ચડતી-પડતી જોઈ છે. મેં હાર જોઈ છે અને સફળતાનો સ્તંભ છે. યુનિસેફના એક કાર્યક્રમમાં યુવરાજે જણાવ્યું હતું કે એક સફળ પુરુષ અને એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે નિષ્ફળ થવું જરૂરી છે.