ISSF World Championship: જુડવા ભાઈઓનું ભારતને વધુ બે ગોલ્ડ અપાવ્યા

ISSF World Championship: જુડવા ભાઈઓનું ભારતને વધુ બે ગોલ્ડ અપાવ્યા

આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટરોએ જૂનિયર વર્ગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતના ઉદયવીર સિદ્ધુ અને રાજકંવર સિંહ સિદ્ધુ જોડિયા ભાઈઓની જોડીએ સાથે મળીને જુનિયર 25 મીટર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત ઉદયવીર સિદ્ધુએ જુનિયર પુરુષ 25મી. પિસ્ટલ સ્પર્ધામાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. 16 વર્ષના ઉદયવીરે વ્યક્તિગત વર્ગમાં 587 (પ્રીસીઝનમાં 291 અને રેપિડમાં 296)નો સ્કોર બનાવીને અમેરિકાના હેનરી લેવરેટ (584) અને કોરિયાના લી. જેઈક્યુન (582)ને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.