અમ્પાયર સામે બોલાચાલી કરનાર એન્ડરસનને ICCએ દંડ ફટકાર્યો

અમ્પાયર સામે બોલાચાલી કરનાર એન્ડરસનને ICCએ દંડ ફટકાર્યો

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને અમ્પાયર સાથે ખરાબ વર્તન કરવા બદલ ICC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. શનિવારે રમાયેલી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી સામે લેગ બિફોર વિકેટ (LBW)નો રિવ્યુ લીધો હતો. દરમિયાન તેણે અમ્પાયર કુમાર ધર્મસેના સામે આક્રમક ભાષામાં વાતચીત કરી હતી. જે બદલ તેની દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પાસેથી મેચ-ફીનો 15 ટકા હિસ્સો વસૂલવામાં આવશે. જોકે બાદમાં કોહલીની વિકેટ બેન સ્ટોકસે લીધી હતી.