‘વર્લ્ડ ક્લાસ’ પર્થ સ્ટેડિયમને ICCએ 60 હજારની કેપેસિટી સાથે મંજૂરી આપી

‘વર્લ્ડ ક્લાસ’ પર્થ સ્ટેડિયમને ICCએ 60 હજારની કેપેસિટી સાથે મંજૂરી આપી

પર્થ: આઇસીસીએ ગુરુવારે ક્રિકેટની ત્રણેય ફોર્મેટની યજમાની માટે પર્થના નવા વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમને લીલી ઝંડી આપી દીધી છે. 28મી જાન્યુઆરીએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન-ડેની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે અને હાઉસફૂલના બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે. આઇસીસી મેચ રેફરી રિચી રિચાર્ડસને પર્થ સ્ટેડિયમનું નિરીક્ષણ કરીને આઇસીસીમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિચાર્ડસને જણાવ્યું હતું કે અપેક્ષા કરતાં વધારે શાનદાર સ્ટેડિયમ છે. કોઇ પણ ઇન્ટરનેશનલ મેચની યજમાની કરવા માટેની તમામ ઉચ્ચ સ્તરીય સગવડો છે. સ્ટેડિયમને ત્રણેય ફોર્મેટની મેચો રમાડવા માટેની યજમાનીના અધિકાર આપવામાં મને કોઇ અસંતોષ થતો નથી.