નમ્રતાએ સ્ટેટ ફૂટબોલ ટીમમાં ભાગ લીધો

નમ્રતાએ સ્ટેટ ફૂટબોલ ટીમમાં ભાગ લીધો

વડોદરા: ઓરિસ્સા ખાતે યોજાયેલ સ્કૂલ ગેમ્સ એસજીએફઆઇની નેશનલ અંડર-17 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં વડોદરાની ફૂટબોલ પ્લેયર નમ્રતા ગુસાઇએ ગુજરાતની ટીમ તરફથી સ્પર્ધામાં ભાગ લઈ મિક્સ ફિલ્ડમાં રમી ટીમને વિજય તરફ લઈ જવામાં મદદ કરી હતી. એઝાઝ મિરઝાના માર્ગદર્શન હેઠળ ડોજર ફૂટબોલ એકેડમી ખાતે નમ્રતા તાલીમ મેળવી રહી છે. કોચની તાલીમ અને તેના ઉત્તમ પ્રદર્શનના કારણે નમ્રતાની નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં પસંદગી થઈ હતી. નમ્રતા અલકાપુરીની બરોડા હાઇસ્કૂલની ગર્લ્સ ફૂટબોલ ટીમની કેપ્ટન છે અને તેણીએ ખેલમહાકુંભ, ટી-20, સ્ટેટ ટુર્નામેન્ટ્સ તથા ખેલો ઇન્ડિયાની સ્પર્ધાઓમાં પાર્ટિસિપટ કર્યું અને ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.