રણજીમાં હાર્દિક પંડ્યાની અડધી સદી ફટકારી, 5 વિકેટ લીધી 

રણજીમાં હાર્દિક પંડ્યાની અડધી સદી ફટકારી, 5 વિકેટ લીધી 

ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી ત્રણ મહિના બહાર રહેનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ રણજી મેચમાં શાનદાર દેખાવ કર્યો છે. મુંબઈ વિરુદ્ધ ચાર દિવસીય મેચના ત્રીજા દિવસે રવિવારે વડોદરા તરફથી રમતા પંડ્યાએ 73 રન ફટકાર્યા હતા. સપ્ટેમ્બરમાં એશિયા કપમાં બેક ઈન્જરીના કારણે તે ટીમથી બહાર થઈ ગયો હતો. મેચમાં પંડ્યાએ પાંચ વિકેટ પણ લીધી હતી. મુંબઈએ પહેલી ઈનિંગમાં 465 જ્યારે વડોદરાએ 436 રન કર્યા. રમત પૂરી થતા સુધીમાં મુંબઈએ બીજી ઈનિંગમાં બે વિકેટ પર 20 રન બનાવી લીધા હતા.