વડોદરા: ગ્વાલિયરમાં ટેનિસની ડબલ્સ ઇવેન્ટમાં હિરક વોરા અને દીપ મુનિનનો વિજય

વડોદરા: ગ્વાલિયરમાં ટેનિસની ડબલ્સ ઇવેન્ટમાં હિરક વોરા અને દીપ મુનિનનો વિજય

મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે એમપી સ્ટેટ ટેનિસ એસોસિએશન દ્વારા એઆઈટીએ ચેમ્પિયનશિપ સિરિઝનું આયોજન કરાયું હતું. જેમાં ડબલ્સ ઇવેન્ટમાં વડોદરાના હિરક વોરાએ તેના પાર્ટનર દીપ મુનિમ સાથે રહી ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. અંડર-18 ડબલ્સ ચેમ્પિયનશિપમાં હિરક અને દીપની જોડીએ સંસ્કાર અને જીતને 6-3, 5-7, 10-5ના સ્કોરથી હરાવી વિજય મેળવ્યો હતો. જે બદલ બંનેને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. હિરક છેલ્લા 8 વર્ષથી ટેનિસ રમે છે.