હેવિવેઈટ બોક્સર ડિલિયન અને ડેરેક વચ્ચે રીમેચ થશે 

હેવિવેઈટ બોક્સર ડિલિયન અને ડેરેક વચ્ચે રીમેચ થશે 

બ્રિટેનના હેવિવેઈટ બોક્સર ડિલિયન વ્હિટ અને ડેરેક ચિસોરા વચ્ચે 22 ડિસેમ્બરના રોજ લંડનના ઓ2 એરિનામાં ફાઈટ થશે. આ બન્ને બોક્સરો વચ્ચે રી મેચ છે. આ પહેલા ડિસેમ્બર 2016માં થયેલી ફાઈટમાં ડિલિયને ડેરેકને હરાવ્યો હતો. 30 વર્ષના ડિલિયને કહ્યું કે, 'આ ડેરેકની અંતિમ ફાઈટ હશે. હું તેને નોકઆઉટ કરી દઈશ.' ડિલિયને છેલ્લીવાર ડેરેકને હરાવ્યા બાદ વધુ 4 ફાઈટ જીતી હતી. તેનું નામે 2016 અને 2017માં બ્રિટશ હેવિવેઈટ ટાઈટલ રહ્યું. તેના સિવાય તેણે 2017માં ડબ્લ્યુબીસી સિલ્વર હેવિવેઈટ ટાઈટલ પોતાના નામે કર્યું હતું, ડિલિયને કારકિર્દીમાં 25માંથી 24 ફાઈટ જીતી છે. જેમાં 17 ફાઈટમાં હરીફ ખેલાડીને નોકઆઉટ કર્યો હતો.