કોમનવેલ્થમાં સુરતના હરમીત દેસાઈએ ગોલ્ડ મેડલ જીત્યો

કોમનવેલ્થમાં સુરતના હરમીત દેસાઈએ ગોલ્ડ મેડલ જીત્યો

સુરતઃ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે કોમનવેલ્થ ગેમ્સ રમાઇ રહી છે. જેમાં ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈ અને તેની ટીમે ડબલ્સની મેચમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જેથી હરમીતના ઘરે સુરતમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. અને મિઠાઈની વહેંચણી કરવામાં આવી હતી. ગોલ્ડ કોસ્ટમાં સિંગાપોરને હરાવીને ફાઈનલમાં પહોંચેલા હરમીત અને જી. સાથીયાન અને શરથ કમલની જોડીએ ફાઈનલમાં નાઈઝીરીયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અને 3-0થી ફાઈનલ જીતીને ગોલ્ડ પોતાને નામ કર્યું હતુ. સમગ્ર મેચ હરમીતના માતા પિતા અને પરિવારજનો સહિત સંબંધીઓ અને ટેબલ ટેનિસના રસીયાઓએ સાથે મળીને જોઈ હતી.