અશિયાડમા ગોલ્ડ મેડલિસ્ટ સ્વપ્ના બર્મનને મળ્યા સાત જોડી બુટ

અશિયાડમા ગોલ્ડ મેડલિસ્ટ સ્વપ્ના બર્મનને મળ્યા સાત જોડી બુટ

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપનારી ભારતની પ્રથમ હેપ્ટાથલીટ સ્વપ્ના બર્મનને એડિડાસે સાત સ્પર્ધા માટે અલગ-અલગ બુટ આપ્યા છે. રમત સામગ્રી બનાવનારી કંપની એડિડાસે સ્વપ્નાની સાથે એક કરાર કર્યો છે. સ્વપ્નાના બંને પગમાં 6-6 આંગળીઓ છે અને આ કારણે તેના માટે બનાવવામાં આવતા બુટ પણ સ્પેશિયલ હશે. જે તેના પગને પુરૂ સમર્થન આપશે. એડિડાસે સ્વપ્નાની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારતમાં તેમના અધિકારીઓ અને જર્મનીમાં તેમના મુખ્યકાર્યાલયમાં એથલીટ સેવાઓ લેબની સાથે ગત બે મહિનાઓથી કામ કરી રહ્યાં છે.