NBA ફાઈનલ્સ : ગોલ્ડન સ્ટેટ વોરિયર્સનો સતત બીજો વિજય

NBA ફાઈનલ્સ : ગોલ્ડન સ્ટેટ વોરિયર્સનો સતત બીજો વિજય

અમેરિકન બાસ્કેટબોલ ટીમ ગોલ્ડન સ્ટેટ વોરિયર્સે એનબીએ ફાઈનલ્સમાં સતત બીજો વિજય મેળવ્યો છે. વોરિયર્સે ક્લીવલેન્ડ કેવેલિયર્સને 122-103થી હરાવી હતી. આ વિજય સાથે વોરિયર્સે બેસ્ટ ઓફ સેવન ફાઈનલ્સમાં કેવેલિયર્સ પર 2-0થી લીડ મેળવી લીધી છે. વોરિયર્સ તરફથી સ્ટીફન કરીએ સૌથી વધુ 33 પોઈન્ટ બનાવ્યા હતા. તેણે 9 વખત થ્રી-પોઈન્ટરનો સ્કોર કર્યો. આ એનબીએ ફાઈનલ્સનો રેકોર્ડ છે. વોરિયર્સ તરફથી કેવિડ ડૂરંટે 26 પોઈન્ટ બનાવ્યા. ડિફેન્ડિંગ ચેમ્પિયન વોરિયર્સ ચાર વર્ષમાં ત્રીજી વખત ટાઈટલ જીતથી માત્ર બે વિજય દૂર છે.