નેશન્સ લીગમાં ફ્રાન્સે નેધરલેન્ડને હરાવ્યું

નેશન્સ લીગમાં ફ્રાન્સે નેધરલેન્ડને હરાવ્યું

ફિફા વર્લ્ડ કપ વિજેતા ફ્રાન્સે યુએફા નેશન્સ લીગમાં જીત સાથે શરૂઆત કરી છે. ફ્રાન્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં નેધરલેન્ડને 2-1 થી હરાવ્યું છે. ફ્રાન્સની ટીમ તરફથી કિલિયન એમબાપેએ મેચમાં 14મી મિનિટે અને ઓલિવર ગીરોડે 74મી મિનિટે ગોલ કર્યો હતો. નેધરલેન્ડ તરફથી રેયાન બાબેલે 67 મિનિટમાં ગોલ કર્યો હતો. મેચ બાદ ફ્રાન્સ ટીમના ખેલાડીઓએ સ્થાનિક દર્શકો સામે રૂસમાં જીતેલી ફિફા વર્લ્ડ કપની ટ્રોફી સાથે પરેડ કરી હતી.