પૂર્વ હોકી કોચ અને ડાયરેક્ટરના ખરાબ વ્યવહારના કારણે નિવૃત્તિ લીધી : સરદાર સિંહ

પૂર્વ હોકી કોચ અને ડાયરેક્ટરના ખરાબ વ્યવહારના કારણે નિવૃત્તિ લીધી : સરદાર સિંહ

એશિયન ગેમ્સ બાદ અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરનાર પૂર્વ હોકી કપ્તાન સરદાર સિંહે અંતે ચુપ્પી તોડી હતી. તેણે કહ્યું કે પૂર્વ કોચ શોર્ડ મારિને અને હાલના હાઈ પરફોર્મન્સ ડાયરેક્ટર ડેવિડ જોને તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. તેથી તેણે સપ્ટેમ્બરમાં જ હોકીમાંથી નિવૃત્તિ લીધી. સરદારે ગત વર્ષે ઢાકામાં થયેલી એશિયા કપ વખતે કહ્યું હતુ કે, 'મને એશિયા કપમાં પાકિસ્તાન સામે મેચ પહેલા ડેવિડ જોને મને રૂમમાં બોલાવ્યો હતો. કોચ મારિને પણ ત્યા હાજર હતો. જોને મને કહ્યું કે મે ઘણી ભુલો કરી હતી. હું એકલો રમવામાં ધ્યાન આપુ છું. જેના કારણે સરદારે આ પગલુ ભરવાની ફરજ પડી હતી.