ઇંગ્લેન્ડના પોલ કેસીએ 9 વર્ષ પછી PGA ટૂર જીતી

ઇંગ્લેન્ડના પોલ કેસીએ 9 વર્ષ પછી PGA ટૂર જીતી

મિયામી: ઇંગ્લેન્ડના પોલી કેસીએ વાલ્સ્પર ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી છે. પોલી કેસી 9 વર્ષ પછી પીજીએ ટૂર ટાઇટલ જીત્યો છે. આ તેનુ બીજુ યુએસ પીજીએ ટૂર ટાઇટલ છે. 40 વર્ષના પોલનો કુલ સ્કોર 65 પાર 274 રહ્યો હતો. અમેરિકી ગોલ્ફર ટાઇગર વુડ્સ ફક્ત એક સ્ટ્રોકથી પોતાના 80માં યુએસ પીજીએ ટૂર ટાઇટલથી ચૂકી ગયો હતો. 14 વખતનો મેજર ચેમ્પિયન વુડ્સ બીજા નંબરે રહ્યો હતો. આ વુડ્સની ગત એપ્રિલમાં ઈજામાંથી પરત ફર્યા પછી ચોથી ટૂર ઇવેન્ટ હતી.