ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ફૂટબોલ મેચ બની રસપ્રદ, અંતિમ ક્ષણે મેચ ડ્રો થઇ

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ફૂટબોલ મેચ બની રસપ્રદ, અંતિમ ક્ષણે મેચ ડ્રો થઇ

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલ ટીમો વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચ 1-1 ની બરાબરી પર અંત થયો હતો. ઇંગ્લેન્ડની ટીમ તરફથી ફ્રેન કિરબીએ 21મી મિનિટે ટીમ તરફથી પહેલો ગોલ કર્યો હતો. ઇંગ્લેન્ડ 83 મિનિટ સુધી આગળ હતી. પણ ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલકિંગ હોર્ને 84 મિનિટે ગોલ કરીને મેચ ડ્રો કરી હતી. ઇંગ્લેન્ડની લુસી સ્ટેનીફોર્થે હાફ ટાઇમમાં પહેલો ગોલ કર્યો હતો. પણ રેફરીએ તેના ગોલને ઓફ સાઇડ આપી દીધો હતો. ઇંગ્લેન્ડની ટીમ પાસે બે પેનલ્ટીની તક પણ મળી હતી. પણ રેફરીએ તેમને પેનલ્ટી આપી નહી. ઇંગ્લેન્ડના મેનેજર ફિલ નેવિલે રેફરીના આ નિર્ણયથી ઘણા નિરાશ થયા હતા.