ધોનીએ ટી20 પ્રત્યે અભિગમ બદલવાની જરૂર છે : સૌરવ ગાંગુલી

ધોનીએ ટી20 પ્રત્યે અભિગમ બદલવાની જરૂર છે : સૌરવ ગાંગુલી

કોલકાતાઃ સૌરવ ગાંગુલીએ મહેન્દ્રસિંહ ધોનીને સલાહ આપી છે કે તે ટ્વેન્ટી20 ક્રિકેટ પ્રત્યે અલગ અભિગમ અપનાવે. ગાંગુલીએ જણાવ્યું હતું કે વન-ડેની તુલનામાં ધોનીનો ટી20માં રેકોર્ડ સારો નથી. મને આશા છે કે કોહલી તથા ટીમ મેનેજમેન્ટ તેની સાથે અલગ રીતે વાત કરશે. જો તે ટી20માં વલણ બદલશે તો મને ખાતરી છે કે તે ફરીથી સફળ થઇ શકે છે. ધોનીમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે ખાસ કરીને વન-ડે ક્રિકેટમાં. તેણે વન-ડે ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવું જોઇએ પરંતુ ટી20માં તેણે અલગ રીતે રમવું પડશે.