શ્રીલંકા સામેની ટી-20 માટે દીપક હૂડા, હાર્દિક પંડ્યાની ઇન્ડિયન ટીમમાં પસંદગી

શ્રીલંકા સામેની ટી-20 માટે દીપક હૂડા, હાર્દિક પંડ્યાની ઇન્ડિયન ટીમમાં પસંદગી

વડોદરાઃ ઇન્ડિયન ટી-20 ટીમમાં વડોદરાના દિપક હૂડાની પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકા સામેની ટી-20 મેચ માટે ઇન્ડિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બરોડાની રણજી ટીમના સુકાની દીપક હૂડાની પસંદગી કરવામાં આવી છે. રણજી ટ્રોફીમાં મુંબઈ અને ઓડિસા સામેની મેચમાં દીપક હૂડાએ ઉત્તમ પ્રદર્શન આપ્યું હતું. 20મી ડિસેમ્બરે શ્રીલંકા અને ઇન્ડિયા વચ્ચે પ્રથમ મેચ રમાશે. જેમાં 15 પ્લેયર્સની ઇન્ડિયન ટીમમાં વડોદરાના દીપક હૂડા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરાયો છે. દીપક હૂડા ઇન્ડિયા એ, આઈપીએલ રમે છે અને 31 રણજી ટ્રોફી રમી ચુક્યો છે.