ક્રિકેટર સંજૂ સેમસન સહાધ્યાયી ચારૂ સાથે ડિસેમ્બરમાં લગ્નગ્રંથીમાં જોડાશે 

ક્રિકેટર સંજૂ સેમસન સહાધ્યાયી ચારૂ સાથે ડિસેમ્બરમાં લગ્નગ્રંથીમાં જોડાશે 

કેરળના ક્રિકેટર સંજૂ સેમસને તેના લગ્નની જાહેરાત કરી છે. સંજૂ ચારૂ સાથે ડિસેમ્બમાં લગ્ન કરશે. તેણે ફેસબૂક પર લખ્યું કે,'22 ઓગસ્ટ,2013ની રાત્રે 11.11 વાગ્યે મેં તેને ‘હાઈ' લખીને મોકલ્યું હતું. તે સમયથી અત્યાર સુધીમાં પાંચ વર્ષ થઈ ગયા છે અને હું તેની સાથે ફોટો પોસ્ટ કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. દુનિયાને દર્શાવવા માંગતો હતો કે હું તેને કેટલો પ્રેમ કરું છું. તે મારા માટે ખાસ છે.' અત્રે ઉલ્લેખનિય છે કે ચારૂ સંજૂની સહાધ્યાયી (ક્લાસમેટ) હતી. હવે તેની સાથે લગ્નગ્રંથીમાં જોડાશે.