ચીનની લિયાંગ રુઈએ પોતાની પ્રથમ 50 કિમી રેસ વોકિંગમાં જ વર્લ્ડ રેકોર્ડ સર્જયો

ચીનની લિયાંગ રુઈએ પોતાની પ્રથમ 50 કિમી રેસ વોકિંગમાં જ વર્લ્ડ રેકોર્ડ સર્જયો

ચીનની લિયાંગ રુઈએ 50 કિમી રેસ વોકિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 23 વર્ષની લિયાંગે આ રેકોર્ડ IAAF વર્લ્ડ રેસ વોકિંગ ટીમ ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો. તેણે 4 કલાક 4 મિનિટ 36 સેકન્ડનો સમય લીધો હતો. આ લિયાંગની કારકિર્દીની પ્રથમ રેસ હતી. લિયાંગે પોર્ટુગલની ઇનેસ હેનરિક્સ (4:05.56 કલાક)નો રેકોર્ડ તોડ્યો હતો. હેનરિક્સે ગત વર્ષે આ રેકોર્ડ બનાવ્યો હતો. હેનરિક્સ આ ‌વખતે રેસ પુરી કરી શકી ન હતી.