EPL: ચેસ્લીએ ક્રિસ્ટલ પેલેસને 2-1થી હાર આપી

EPL: ચેસ્લીએ ક્રિસ્ટલ પેલેસને 2-1થી હાર આપી

લંડન: ક્રિસ્ટલ પેલેસને 2-1થી હરાવીને ચેલ્સીએ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ફૂટબોલમાં પોતાની ટોપ-4ની આશા જીવંત રાખી છે. ચેલ્સી 30માંથી 17 મેચજીતીને 56 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. તેના અને ચોથા ક્રમે રહેલી ટોટનહામ હોટ્સપુર વચ્ચે માત્ર બે પોઇન્ટનો તફાવત છે. ક્રિસ્ટલ પેલેસના માર્ટિન કેલીએ 32મી મિનિટે ગોલ કર્યો હતો. અંતિમ મિનિટમાં વાન એનહોલ્ટે પેલેસ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.