બુંડેશ લીગા: બાયર્ન મ્યુનિચે હેમ્બર્ગને 6-0થી હરાવ્યું

બુંડેશ લીગા: બાયર્ન મ્યુનિચે હેમ્બર્ગને 6-0થી હરાવ્યું
બર્લિન: બાયર્ન મ્યૂનિચે હેમ્બર્ગને 6-0થી હરાવીને બુંડેશ લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. જર્મની ફૂટબોલ લીગમાં બાયર્ન મ્યૂનિચ તરફથી ફ્રેન્ક રિબેરીએ 8મી અને 81મી મિનિટે, રોબર્ટ લેવાનડોવસ્કીએ 12મી, 19મી તથા 90મી મિનિટે અને અર્જેન રોબેને 55મી મિનિટે ગોલ કર્યો હતો. લેવાનડોવસ્કીએ 100 ગોલ પૂરા કર્યા છે.