બોસ્ટન સેલ્ટિક્સે અટલાંટા હોક્સને હરાવી સતત 8મી જીત હાંસલ કરી

બોસ્ટન સેલ્ટિક્સે અટલાંટા હોક્સને હરાવી સતત 8મી જીત હાંસલ કરી

અમેરિકન બાસ્કેટબોલ લીગ એનબીએમાં બોસ્ટન સેલ્ટિક્સે અટલાંટા હોક્સને 129-108થી હાર આપી હતી. આ 17વારની ચેમ્પિયન બોસ્ટન સેલ્ટિક્સની સતત આઠમી જીત હતી. આ જીતથી બોસ્ટન સેલ્ટિક્સે સીઝનમાં પોતાની જીત-હારનો રેકોર્ડ 18-10 કરી દીધો છે. ટીમ ઇસ્ટર્ન કોન્ફ્રેસમાં ચોથા નંબરે છે. તો હોક્સ છેલ્લી 7 મેચમાંથી 6 મેચમાં હાર્યું છે.