સામાન્ય ખેલાડી રમી શકે તે રીતે ચેસ રમ્યા અંધજનો

સામાન્ય ખેલાડી રમી શકે તે રીતે ચેસ રમ્યા અંધજનો

વડોદરાઃ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલમહાકુંભ અંતર્ગત અંધ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલમહાકુંભના ભાગરૂપે રાષ્ટ્રીય અંધજન મંડળ વડોદરાના નરીક્ષણ હેઠળ યોજાયેલી ચેસ ટુર્નામેન્ટમાં આંખ ન હોવા છતાં સામાન્ય ખેલાડીઓને પછાળે તે રીતે ચેસ રમી અંધજન ખેલાડીઓએ પોતાની કુશળતા બતાવી હતી. અબોવ-18 કેટેગરીમાં અશ્વિન મકવાણા પ્રથમ, ઇનાની દર્પણ દ્વિતીય અને ચિરંતન ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતાં. અંડર-18 જૂથમાં અનીપ ભગોર પ્રથમ, હર્ષિલ પટણી દ્વિતીય અને અનિકેત પટણી તૃતીય સ્થાને રહ્યાં હતાં.