અંધ ક્રિકેટ 20-20 : ભારતે ટ્રાઈ સીરિઝમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું 

અંધ ક્રિકેટ 20-20 : ભારતે ટ્રાઈ સીરિઝમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું 

ભારતીય અંધ ક્રિકેટ ટીમે ટી20 ત્રિકોણીય સીરિઝની ચોથી મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડના સુકાની એડ હોસેલે ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા 8 વિકેટે 131 રન કર્યા હતા. પીટ બ્યુએટે સૌથી વધુ 51 રનની ઇનીંગ રમી હતી. ભારતના સુકાની અજય રેડ્ડીએ 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે પહેલી જ ઓવરમાં ઇંગ્લેન્ડની 2 વિકેટ પાડી દીધી હતી. જવાબમાં ભારતે 16.3 ઓવરમાં 5 વિકેટે લક્ષ્યાંક પાર પાડીને જીત મેલવી લીધી હતી. સુનિલે 52 રન કર્યા હતા. ઇંગ્લેન્ડના હોલિંગ્સવર્થે 2 વિકેટ ઝડપી હતી.