ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ શ્રેણી માટે બેન સ્ટોક્સને ફરી ટીમમાં સ્થાન

ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ શ્રેણી માટે બેન સ્ટોક્સને ફરી ટીમમાં સ્થાન

સિડની: ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણી માટે ઇંગ્લેન્ડની 16 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસમાં લંકાશાયરના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન ટીમમાં નવો ચહેરા તરીકે સમાવેશ કરાયો છે. સ્ટોક્સ નાઇટક્લબ વિવાદ પછી ટીમમાંથી બહાર હતો. એશિઝ શ્રેણીમાં પણ તેનો સમાવેશ કરાયો ન હતો. ફાસ્ટ બોલર માર્ક વુડનું પણ ઈજા પછી પુનરાગમન થયું છે. એશિઝ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હોવા છતા મોઈન અલી, જેમ્સ વિન્સ અને માર્ક સ્ટોનમેન ટીમમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. જ્યારે ગેરી બેલાન્સ, જેક બોલ અને ટોમ કુરાનને ટીમમાંથી બાકાત કરાયા છે.