એશિયન ગેમ્સમાં બેડમિંટનનો મેડલ જીતવો આસાન નથીઃ પ્રકાશ પદુકોન

એશિયન ગેમ્સમાં બેડમિંટનનો મેડલ જીતવો આસાન નથીઃ પ્રકાશ પદુકોન

ભારતના ભુતપુર્વ બેડમિંટન ચેમ્પિયન અને ઓલ ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય પ્રકાશ પદુકોને ભારતની બેડમિંટન ટીમને ચેતવી છે કે આગામી એશિયન ગેમ્સમાં મેડલ જીતવો ધાર્યા કરતા પડકારજનક બની રહેશે. 18 ઓગસ્ટથી ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એશિયન ગેમ્સનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતની ટીમમાં પી.વી. સિંધુ, સાયના નેહવાલ, કિદમ્બી શ્રીકાંત અને એચ એસ પ્રણોય જેવા બેડમિંટનના વિશ્વના અગ્રણી ખેલાડીઓ છે. આ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન કે રનર્સ અપ બની ચૂકયા છે. તેઓએ વર્લ્ડ ચેમ્પિયનોને પણ હરાવ્યા છે છતાં પદુકોને માને છે કે ભારતને એશિયન ગેમ્સમાં મેડલ મળવો આસાન નથી. ભારતે અત્યાર સુધીમાં એક જ મેડલ એશિયન ગેમ્સના ઇતિહાસમાં જીત્યો છે જે 1982માં સૈયદ મોદીએ જીત્યો હતો.