પોલ્યુશનના વિવાદની ટીકાઓથી બીસીસીઆઈ આગળ આવ્યું

પોલ્યુશનના વિવાદની ટીકાઓથી બીસીસીઆઈ આગળ આવ્યું

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ ખાતે રમાતી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ દરમિયાન પોલ્યુશનના પરિબળના કારણે ચોમેરથી થઇ રહેલી ટીકાઓના કારણે બીસીસીઆઇ બેકફૂટ ઉપર આવી ગયું છે અને બોર્ડે જણાવ્યું હતું કે દિલ્હી ખાતે મેચોના આયોજન વખતે હવામાનને ધ્યાનમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે રવિવારે પોલ્યુશનના કારણે ત્રણ વખત રમતમાં વિઘ્ન નડ્યું હતું અને શ્રીલંકન ખેલાડીઓએ માસ્ક પહેરીને ફિલ્ડિંગ કરી હતી. કાર્યક્રમ ઘડાયો ત્યારે પણ શ્રીલંકન બોર્ડે કોઇ વાંધો વ્યક્ત કર્યો નહોતો.