ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો 120 રનથી વિજય

ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો 120 રનથી વિજય

ઝડપીબોલર મિચેલ માર્શની પાંચ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ રમાયેલી ડે-નાઇટ બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 120 રનથી હરાવીને એશિઝ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને વિજય માટે 178 રનની જરૂર હતી પરંતુ પ્રવાસી ટીમે પોતાની બાકીની વિકેટ માત્ર 57 રનના ગાળામાં ગુમાવી દીધી હતી. ઇંગ્લેન્ડનો બીજો દાવ 233 રનમાં સમેટાયો હતો. શોન માર્શને મેન ઓફ મેચ એનાયત કરવામાં આવ્યો હતો. માર્શે પ્રથમ દાવમાં 126 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે 354 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પ્રવાસી ટીમે ચોથા દિવસે ચાર વિકેટે 176 રન બનાવી લીધા હતા.