એશિયન બેડમિન્ટન : ભારતે માલદીવને 5-0થી પરાજીત કર્યું

એશિયન બેડમિન્ટન : ભારતે માલદીવને 5-0થી પરાજીત કર્યું

ભારતના કિદામ્બી શ્રીકાંતની આગેવાનીમાં એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતની મેન્સ ટીમે માલદીવ સામે 5-0થી વિજય મેળવ્યો હતો. પ્રથમ સિંગલ્સ મેચમાં શ્રીકાંતે માલદીવના શાહેદ હુસને ઝયાન સામે 21-5, 21-6થી વિજય મેળવી ભારતને 1-0થી લીડ અપાવી હતી. અન્ય મેચમાં બી સાઇ પ્રણિથે ફક્ત 17 મિનિટમાં અહમદ નિબાલને 21-10, 21-4થી હરાવ્યો હતો. આ પછી સમીર વર્માએ મોહમ્મદ અરશાલાન અલી સામે 21-5, 21-1થી વિજય મેળવી 3-0થી અજેય લીડ મેળવી લીધી હતી. મેન્સ ડબલ્સમાં ભારતની સાત્વિક સાઇરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને જોડીએ શાહેદ હુસેન ઝયાન અને શાહીમ હસન અફશીમ સામે 21-8, 21-8થી વિજય મેળવ્યો હતો.