હોંગકોંગમાં અમદાવાદના આર્યને 1500મી. ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ જીતી રેકોર્ડ સર્જયો

હોંગકોંગમાં અમદાવાદના આર્યને 1500મી. ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ જીતી રેકોર્ડ સર્જયો

ગુજરાતમાં અમદાવાદના સ્ટાર યુવા સ્વિમર આર્યન નહેરાએ હોંગકોંગમાં રમાયેલી ગ્રુપ ચેમ્પિયનશિપમાં 1500 મીટર ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આર્યને 15:48:06ના સમયમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તો સિલ્વર જીતનારે તેનાથી 50 સેકન્ડ વધુ સમય લીધો હતો. મહત્વની વાત એ છે કે આર્યન રિયો ઓલિમ્પિક સ્વિમર સાજન પ્રકાશના રાષ્ટ્રીય રેકોર્ડ તોડતા સહેજમાં રહી ગયો હતો. સાજને 1500મી. ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં 15:45ના સમયમાં પુરો કરી રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ગુજરાતમાં અંડર 14 કેટેગરીમાં આર્યન પહેલો ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી છે.