અંજુમને 50મી રાઇ‌ફલ થ્રી-પોઝિશનમાં સિલ્વર મળ્યો

અંજુમને 50મી રાઇ‌ફલ થ્રી-પોઝિશનમાં સિલ્વર મળ્યો

ભારતની યુવા શૂટર અંજુમ મુદ્રિલે આઈએસએસએફ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ અંજુમનો વર્લ્ડ કપમાં પ્રથમ મેડલ છે. તે 50 મીટર રાઇફલ થ્રી-પોઝિશનમાં બીજા નંબરે રહી હતી. ઝડપી હવાઓ વચ્ચે તેણે ફાઇનલમાં 452.2નો સ્કોર કર્યો હતો. 45 શોટની ફાઇનલમાં ચીનની રુઈજિયાનો પેઈએ 455.4ના સ્કોર સાથે ગોલ્ડ અને તિંગ સુને 442.2ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અંજુમે ભારતને ટૂર્નામેન્ટમાં આઠમો મેડલ અપાવ્યો હતો. ભારત મેડલ ટેલીમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે ટોચના સ્થાને યથાવત્ છે.