શ્રીલંકાની વનડેના સુકાની તરીકે એન્જેલો મેથ્યુઝની પુન:વરણી

શ્રીલંકાની વનડેના સુકાની તરીકે એન્જેલો મેથ્યુઝની પુન:વરણી

કોલંબોઃ શ્રીલંકાએ અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને ફરીથી મર્યાદિત ઓવરની ટીમનું સુકાનીપદ સોંપ્યું છે. છ મહિનાના ગાળામાં જ તેની ફરીથી સુકાની તરીકે વરણી કરવામાં આવી છે. ઇજાઓના કારણે 30 વર્ષીય મેથ્યુઝે ગત જુલાઇમાં રમતની ત્રણેય ફોર્મેટના સુકાનીપદેથી રાજીનામું આપ્યું હતું. શ્રીલંકન બોર્ડનો આ નિર્ણય ચકિત કરે તેવો છે.