ક્લબમાં મારામારીના આક્ષેપોમાંથી એલેક્સ હાલેસને મુક્તિ મળી

ક્લબમાં મારામારીના આક્ષેપોમાંથી એલેક્સ હાલેસને મુક્તિ મળી

લંડન: ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હાલેસને નાઇટક્લબની બહાર થયેલી મારામારીના આક્ષેપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે અને હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ તેના પર મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેશે. 28 વર્ષીય હાલેસે પ્રતિબંધ લદાયા બાદ પ્રોફેશનલ ક્રિકેટમાં રમ્યો નથી. બ્રિસ્ટોલની નાઇટક્લબમાં 25મી સપ્ટેમ્બરે મારામારીનો બનાવ બન્યા બાદ હાલેસને એશિઝ ટેસ્ટ માટેની ઇંગ્લિશ ટીમમાં સ્થાન અપાયું નહોતું. જોકે હવે તે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે.