રિયલ મેડ્રિડ સાથે જોડાયા બાદ બેલ 24 વખત ઇજાગ્રસ્ત, 79મી મેચ ગુમાવશે

રિયલ મેડ્રિડ સાથે જોડાયા બાદ બેલ 24 વખત ઇજાગ્રસ્ત, 79મી મેચ ગુમાવશે

મેડ્રિડઃ સપ્ટેમ્બરથી મેચ નહીં રમી શકનાર સ્ટાર ફૂટબોલર ગેરેથ બેલ ફરીથી ઇજાગ્રસ્ત થયો છે. હવે તે ક્રિસમસ પહેલાં ફિટ થાય તેવી સંભાવના નથી. તેની ઇજા રિયલ મેડ્રિડ માટે ચિંતાનો વિષય બની રહી છે. સ્પેનિશ ક્લબે બેલ સાથે જૂન 2013માં કરાર કર્યો હતો. તે ક્લબ સાથે જોડાયા બાદ 24 વખત ઇજાગ્રસ્ત બની ચૂક્યો છે. કારણથી તે રિયલ માટે 79મી મેચ રમી શકે તેમ નથી. લા લીગામાં ત્રીજા ક્રમે રહેલી રિયલને આશા છે કે બેલના ફિટ થવાથી તેમનું આક્રમણ વધારે મજબૂત બની શકે છે. રિયલ મેડ્રિડના અધિકારીએ જણાવ્યું હતું કે બેલને ગુરુવારે પ્રેક્ટિસ દરમિયાન ફરીથી ઇજા થઇ હતી. બેલ ઇજાના કારણે વેલ્સનો વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મુકાબલો રમી શક્યો નહોતો.