આફ્રિકન દેશ બેનિનના 10 ફૂટબોલરોએ ખોટી ઉંમર બતાવતા 6 મહિનાનો જેલવાસ

આફ્રિકન દેશ બેનિનના 10 ફૂટબોલરોએ ખોટી ઉંમર બતાવતા 6 મહિનાનો જેલવાસ

વેસ્ટ આફ્રિકન દેશ બેનિનની યુથ ફૂટબોલ ટીમના 10 ફૂટબોલરોની ખોટી ઉંમર બતાવવા પર તેમને જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ફૂટબોલ ફેડરેશનના પુર્વ પ્રેસિડન્ટ એન્જોરિનને પણ આ કેસમાં જેલ જવું પડ્યું હતું. આ ખેલાડીઓની નાઈજરમાં થયેલ એમઆરઆઈ ટેસ્ટનો રીપોર્ટ નોગેટીવ આવ્યો હતો. ખોટી ઉંમર બતાવવાના કારણે બેનિનની ટીમ ગત મહિને આફ્રિકન કપ ઓફ નેશન્સની ક્વોલિફિયાર ટુર્નામેન્ટમાંથી ડિસ્વોલિફાઈ થઈ ગઈ હતી. ખેલાડીઓને 6 મહિનાની જેલની સજા અને 5 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પુર્વ પ્રેસિડન્ટને આ પૂરા કેસને દબાવવા અને પોતાની જવાબદારી બરોબર રીતે ન નિભાવવાના કારણે 12 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેને 10 મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. તો સજા ટીમના કોચ અને બે અન્ય અધિકારીઓને પણ મળી છે.