અફઘાનિસ્તાનના બહીરે ચાર મેચમાં 831 રન બનાવી 94 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

અફઘાનિસ્તાનના બહીરે ચાર મેચમાં 831 રન બનાવી 94 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

કાબુલ: અફઘાનિસ્તાનનો યુવા ક્રિકેટર બહીર શાહ હાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે સિઝનમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો છે અને ચાર મેચમાં 831 રન ફટકારી દીધા છે. બહીરે પ્રથમ મેચમાં અણનમ 256, બીજીમાં 34 અને 11, ત્રીજીમાં 111 અને 116, જ્યારે ચોથી મેચમાં અણનમ 303 રનની ઇનિંગ્સ રમી હતી. પ્રથમ ચાર ફર્સ્ટ ક્લાસ મેચમાં સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના બિલ પોંસફોર્ડના નામે હતો. બિલે 1923માં પોતાની પ્રથમ ચાર ફર્સ્ટ ક્લાસ મેચમાં 741 રન બનાવ્યા હતા.