પંકજ અડવાણીએ 17મું વલ્ડૅ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીત્યુ

પંકજ અડવાણીએ 17મું વલ્ડૅ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીત્યુ

ભારતનાસ્ટાર ક્યૂઇસ્ટ પંકજ અડવાણીએ પોતાના પરંપરાગત હરીફ ઇંગ્લેન્ડના માઇક રસેલને હરાવીને અહીં રમાયેલી આઇબીએસએફ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું હતું. અડવાણીએ રસેલને 6-2 (0-155, 150-128, 91-151, 151-0, 151-6, 151-0, 150-38, 150-21)ના સ્કોરથી પરાજય આપ્યો હતો. બેસ્ટ ઓફ 11ની ફાઇનલમાં અડવાણીની શરૂઆત સારી રહી નહોતી અને રસેલે 155ના બ્રેક સાથે પ્રથમ ગેમ જીતી લીધી હતી. ચોથી ફ્રેમમાં અડવાણીએ ફાઇનલનું પાસું બદલી નાખ્યું હતું. તેનું કારકિર્દીનું 17મું ટાઇટલ છે. તેણે સેમિફાઇનલમાં રુપેશ સાહને 5-2થી તથા રસેલે સિંગાપોરના પીટર ગિલક્રિસ્ટને 5-1થી પરાજય આપ્યો હતો.