અનન્યા યુએસ સ્પેલિંગ બીની સ્પર્ધામાં જીતી

અનન્યા યુએસ સ્પેલિંગ બીની સ્પર્ધામાં જીતી

12 વર્ષની ભારતીય મૂળની અનન્યા વિનયે એ સમયે લોકોને ઈમ્પ્રેશ કરી દીધા, જ્યારે તેણે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી 2017 સ્પર્ધામાં તમામ શબ્દોના સ્પેલિંગ ડર્યા વગર જણાવ્યા અને તેણે બધા જ શબ્દોના સ્પેલિંગ કહી સ્પર્ધા જીતી લીધી.

અનન્યાને આ માટે 26 લાખનું રોકડ ઈનામ મળ્યું છે. વ્યંજન અને વોવેલ્સ એટલે કે, સ્વર પર આધારિત આ સ્પર્ધાને અનન્યાએ 12 કલાક બાદ એક રિસ્કી લાઈફલાઈન લઈને જીત મેળવી.
 
કેલિફોર્નિયાના ફ્રેસનોમાં રહેતી અનન્યાએ કોઈ પણ શબ્દનો સ્પેલિંગ બોલવામાં સમય લીધો નહોતો અને બધા શબ્દોના સ્પેલિંગ બોલતી રહી.