લંડનમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે માણસનું મીટ, વિચલિત કરતાં ફોટોઝનું સત્ય

લંડનમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે માણસનું મીટ, વિચલિત કરતાં ફોટોઝનું સત્ય

શું તમે ક્યારેય એવા માર્કેટ વિશે સાંભળ્યું છે જ્યાં માત્ર માણસનું જ મીટ મળતું હોય? એવું સાંભળીને પણ તમારા રૂંવાડા ઊભા થઈ જશે. થોડાં વખત પહેલા સોશિયલ મીડિયામાં લંડનના એવા ફોટોઝ વાયરલ થયા છે જેને માણસનું મીટ વેચતા માર્કેટના કહેવાય છે. પરંતુ આજે અમે તમને આ ફોટોનું સત્ય સમજાવીશું...

 

વિચલિત કરનારાઓ છે ફોટા
લંડનની વચ્ચોવચ  માર્કેટમાં માણસ મીટ વેચાઈ રહ્યું હતું . આમ તો લંડનમાં માણસનું માંસ ખાવું ગેરકાયદેસર છે તો પછી ત્યાં આવું દૃશ્ય જોઇને લોકોના હોશ ઉડી ગયા હતા. સ્મિથફિલ્ડ મીટ માર્કેટમાં આવું થતું જોઈને બધા દંગ રહી ગયા હતા. આ ફોટોઝ થોડાં વખત પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા પણ શું તમે એની અસલિયત જાણો છો?

 

વીડિયો ગેમના પ્રમોશન માટે બનાવ્યો હતો આ સેટ
માણસનું મીટ માર્કેટ કેપકોમ નામની કંપનીએ બનાવ્યું હતું. આ કંપની પોતાના નવા જૉમ્બી વીડિયો ગેમ રિલીઝ કરવાની હતી. આ પ્રમોશન માટે કુલિનરી આર્ટિસ્ટ શેરોન બેકરે આખો સેટ તૈયાર કર્યો હતો. લંડનના લોકો કહે છે કે અમે તો આ સેટઅપ જોઈને ડરી ગયા હતા. પરંતુ જ્યારે એમણે અસલિયત જણાવી ત્યારે પ્રમોશનનો આઈડિયા બધાને બહુ ગમ્યો હતો.

 

કેટલાકે ઇન્ટરનેટથી કર્યાં મિસગાઈડ
આમ તો આ સેટઅપના ફોટો સોશિયલ સાઈટ પર અધૂરી માહિતી સાથે પોસ્ટ કરી દેવામાં આવ્યાં હોવાથી ગેરસમજ ફેલાઈ હતી. લોકો આને ખરેખર માણસોનું માંસ વેચતુ બજાર સમજી બેઠાં હતા.