Google Mapsનું નવું અપડેટ

Google Mapsનું નવું અપડેટ

નવા અપડેટ બાદ મેપ્સમાં રિયલ ટાઈમ લોકેશન સેન્ડ કરવાનું ફિચર પણ જોડાઈ જશે. આ નવા ફિચર્સની મદદથી તમે તમારા મિત્રો અથવા પરિવારને પોતાની રિયલ ટાઈમ લોકેશનની જાણકારી આપી શકો છો.

કેવી રીતે કરશો આનો ઉપયોગ

તમારે તમારી લોકેશન સેન્ડ કરવા માટે સૌથી પહેલા ગૂગલ મેપ્સમાં સાઈડ બાર પર આવેલ મેન્યૂ ઓપ્શન પર જાઓ. જે પછી ત્યાં આપેલા ઓપ્શનમાંથી ‘શેર લોકેશન’ સિલેક્ટ કરો, જ્યાંથી તમે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાંથી ગમે તે નંબર પર લોકેશન મોકલી શકશો. ગૂગલ અનુસાર ટૂંક સમયમાં જ આ અપડેટ એન્ડ્રોઈડ અને IOS મોબાઈલ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. જોકે, કંપનીએ હજું સુધી આની લોન્ચની તારીખ નક્કી કરી નથી.

લોકેશનની લિંક તમે કોઈપણ મેસેજિંગ એપ દ્વારા મોકલી શકો છો. જોકે, બીજી તરફ આ અપડેટને લઈને વિવાદ પણ ઉભો થયો છે. ઘણા એક્સપર્ટનું માનવું છે કે, આ અપડેટ યુઝર્સની પ્રાઈવેસી ખતમ કરી નાંખશે.