મોદીએ નાગપુરને એમ્સ સાથે થર્મલ પાવર સ્ટેશનની ભેટ

મોદીએ નાગપુરને એમ્સ સાથે થર્મલ પાવર સ્ટેશનની ભેટ

નાગપુરમાં તેમણે એમ્સ, આઇઆઇએમ, આઇઆઇટી ભવનનું ઉદ્દઘાટન કર્યુ છે. દેશભરમાં આજે બંધારણના નિર્માતા ભીમરાવ આંબેડકરની 126મી જન્મજંયતી મનાવી રહ્યા છે. આ અવસરે વડાપ્રધાન મોદી, બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે નાગપુરની દીક્ષાભૂમિ પહોંચ્યા છે.

બાબા સાહેબ આંબેડકરના જન્મજંયતિ નિમિત્તે પીએમ મોદીએ ભગવાન બુદ્ધની પૂજા કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ નાગપુરમાં કોરાડી થર્મલ પાવર સ્ટેશનના નવા યૂનિટનું ઉદ્દઘાટન કર્યુ છે. આ પહેલા પીએમ મોદીના નાગપુર આગમન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યુ હતુ.