નાસાએ રચ્યો ઇતિહાસ પૃથ્વી જેવા 7 નવા ગ્રહ શોધવાનો દાવો

નાસાએ રચ્યો ઇતિહાસ પૃથ્વી જેવા 7 નવા ગ્રહ શોધવાનો દાવો

નાસા તરફથી ટ્વીટ કરીને આ બાબતે જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવાયું છે કે, સૌરમંડળની શોધ કરી છે. નાસા અનુસાર તમારા સૌરમંડળની બહાર આવાસીય ઝોનમાં એક તારાની આજુબાજુ ધરતીના આકારના સાત નવા ગ્રહ મળ્યાં છે. નાસાએ આને નવા રેકોર્ડનો કરાર આપતા કહ્યું કે, સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપમાં બતાવ્યું કે, આ ગ્રહ આકારમાં પૃથ્વી જેટલા જ મોટા છે અને આવાસીય ઝોનના ક્ષેત્રમાં આવે છે.

વૈજ્ઞનિકોએ નવા સૌરમંડળના અસ્તિત્વની શોધ કરી છે

આ મહત્વપૂર્ણ શોધમાં પોતાનો ફાળો આપનાર વૈજ્ઞાનિકો અનુસાર પૃથ્વીના આકારના સાત ગ્રહોમાંથી ત્રણ ગ્રહો એક તારાની આજુબાજુ આવેલા છે. આ સ્ટારનું નામ TRAPPIST-1 છે. જે આપણી ધરતીથી 40 પ્રકાશ વર્ષ દૂર છે. ત્રણ ગ્રહો એક તારાની આજુબાજુ હોવાને કારણે ત્યાં પાણી હોવાની સંભાવના છે. જો ત્યાં પાણી મળી આવ્યું તો જીવન હોવાની પણ સંભાવના છે.

અમેરિકન અંતરિક્ષ એજન્સિ નાસાએ જણાવ્યું કે, તેમણે પોતાના સહયોગીઓ સાથે મળીને નવા સોલર સિસ્ટમની શોધ કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આમાંથી એક ગ્રહ બિલકુલ પૃથ્વી જેવી પરિસ્થિતિમાં દેખાઇ રહ્યો છે. સોર્સ;ગુજરાતી વન ઇન્ડિયા.કોમ