ધરમપુરમાં ડોક્ટરોએ ઓપરેશન કરી કાઢી નારિયેળ જેવડી પથરી

ધરમપુરમાં ડોક્ટરોએ ઓપરેશન કરી કાઢી નારિયેળ જેવડી પથરી

એક દર્દીના શરીરમાંથી ઓપરેશન દ્વારા 1400 ગ્રામ વજનની મોટા નારિયેળ જેવડા કદની પથરી બહાર કાઢતા, હોસ્પિટલનો તમામ સ્ટાફ સહિતના લોકો આશ્રર્યમાં ગરકાવ થઇ ગયાં હતાં.

રસીકભાઇ પટેલ નામના દર્દીનો વર્ષ 1997માં અકસ્માત થયો હતો. જેમાં તેમને પેશાબની નળીમાં ઇજા થતા, ઊભી થયેલી તકલીફ નિયમિત સારવારથી દૂર થઈ હતી. જે બાદ તેમના યુરીનરી બ્લેડરમાં ધીમે-ધીમે પથરી ડેવલપ થઇ અને મોટી થતી ગઇ હતી. 

દર્દીનું પેલવીસ ઓક્યુપાઇ થઇ ગયું હતું, જે કલ્પના બહારની વાત હતી. તબીબે દર્દીનું તાત્કાલિક ઓપરેશન કરી યુરીનરી બ્લેડરમાંથી બહાર કાઢેલી પથરીનું વજન કરતા, 1 કિલો 400 ગ્રામ થયું હતું. ડૉ.ધીરૃભાઇ પટેલે ઇન્ટરનેટ પર કરેલા સર્ચમાં, અત્યાર સુધીમાં ઓપરેશન થકી બહાર કઢાયેલી વિશ્વની સૌથી મોટી પથરીનું વજન 1 કિલો 900 ગ્રામનું છે. ભારતમાં, કાશ્મીરના એક દર્દીના શરીરમાંથી 834 ગ્રામની પથરી ઓપરેશન દ્વારા કઢાઈ હતી.