સાણંદમાં શસ્‍ત્ર ઉત્‍પાદનની ફેકટરી સ્‍થપાશેઃ

સાણંદમાં શસ્‍ત્ર ઉત્‍પાદનની ફેકટરી સ્‍થપાશેઃ

રેસકોર્ષ ખાતે ઔદ્યોગીક પ્રદર્શનમાં હાજરી આપવા આવેલા હરિભાઈ ચૌધરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે, ગુજરાતના ધોલેરા અને સાણંદમાં શસ્‍ત્રના ઉત્‍પાદન માટે ફેકટરી સ્‍થાપવામાં આવશે. ગુજરાતમાંથી નિકાસ કરવામાં આવશે. ઔદ્યોગીક ઉત્‍પાદન પ્રોત્‍સાહન માટે વિશ્વ બેંક સાથે ૨૨૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા છે. કૌશલ્‍યવર્ધન માટે ૧૮ નવા તાલીમ કેન્‍દ્રો ખોલવામાં આવશે.

   મંત્રી શ્રી હરિભાઈએ જણાવેલ કે, ઔદ્યોગીક લોનમાં સરકાર અત્‍યાર સુધી એક કરોડની જામીનગીરી આપતી તે હવે બે કરોડ સુધીની લોનમાં અપાશે. ૫૦ કરોડથી વધુ ટર્નઓવરમાં ટેકસમાં ૫ ટકા વળતરનો લાભ અપાશે.

   સોમનાથ-દ્વારકા હાઈએલર્ટ બાબતે તેમણે જણાવેલ કે, રાજ્‍ય અને કેન્‍દ્રનું સુરક્ષા તંત્ર સજાગ છે. નલીયાકાંડ બાબતે તેમણે જણાવેલ કે કાયદાકીય કામગીરી થઈ રહી છે. સરકાર કોઈ દોષીતને છોડશે નહીં.