૩૨૦ કરોડના ખર્ચે રોબોટિક્સ-એકવેટીક ગેલેરી બનશે

૩૨૦ કરોડના ખર્ચે રોબોટિક્સ-એકવેટીક ગેલેરી બનશે

રોબોટિક્સ ગેલેરી ૧૦ હજાર ચોરસમીટર વિસ્તારમાં બનશે. જેની પાછળ રૃા. ૧૨૦ કરોડનો ખર્ચ થશે. આ ગેલેરીમાં રોબોટ્સ માનવી જે રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ - કામગીરી કરે છે તેવી જ કામગીરી કરશે. નાના ભુલકાઓ કે યુવાનો-વડીલો રોબોટની સાથે ચેસ રમવાનો કે રોબોટનાં હાથે કોફી પીવાનો મીઠો અનુભવ મેળવી શકશે. નાના બાળકોથી લઈ મોટી ઉંમરના વડીલો પણ રોબોટિક્સ ગેલેરીમાં જઈ જ્ઞાાન સાથેનું મનોરંજન મેળવી શકશે.
આ જ રીતે રૃપિયા ૨૦૦ કરોડના ખર્ચે એકવેટીક સાયન્સ ગેલેરી પણ આકાર લેશે. આ વિશ્વસ્તરીય ગેલેરીમાં અદ્ભુત અન્ડરવોટર વોક-વે ઉપરાંત ૪૦૦થી વધુ પ્રજાતિના જળચર જીવો, પરવાળા ખડક જેવી રચનાઓનો અદ્ભુત નજારો માણી શકાશે. જળ વિશ્વની માહિતી મેળવવાનો અવસર મળશે.

આ અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ IAS ધનંજય દ્વિવેદી જણાવે છે કે, રોબોટિક્સ ગેલેરીમાં ઓપન થિયેટર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રોમાં રોબોટને કામગીરી કરતા નિહાળી શકાશે. રોબોટિક્સ ગેલેરીમાં જુદા જુદા પ્રકારનાં ૫૦થી વધુ રોબોટસ રખાશે. જ્યારે એક્વેટીક ગેલેરીમાં દરીયાઈ સાર્ક સહિતના ૪૦૦થી વધુ જળચરો રખાશે.