11 મે 1998ના રોજ પોખરણમાં ભારત દ્વારા બીજુ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યુ

11 મે 1998ના રોજ પોખરણમાં ભારત દ્વારા બીજુ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યુ

મીડિયા રિપોર્ટસ અનુસાર આ પરીક્ષણ પહેલા અમેરિકા સ્પાય સેટેલાઇટ મારફતે ભારત પર દેખરેખ રાખી રહ્યુ હતુ. પરંતુ તેમ છતાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી સરકારે આ પરીક્ષણ કરીને દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. 

 

રાજસ્થાનના જૈસલમેર સ્થિત પોખરણની જમીન સાક્ષી બની હતી કે ભારતની અવગણના કરતા લોકો હકીકતમાં ભ્રમમાં છે. આ દિવસે ભારતે જબરદસ્ત પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. સૌથી વધારે ચકિત તો અમેરિકા થયું હતું. જેનું કારણ હતુ તેમના સ્પાય સેટેલાઇટ, જે દિવસ-રાત ભારતની પ્રવૃતિઓ પર નજર રાખી રહ્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, તે સમયે ભારતમાં બની રહેલી ઘટનાઓની ક્ષણે ક્ષણની માહિતીઓથી અમેરિકાની ઇન્ટેલિન્જ્સ એજન્સીઓ વાકેફ હતી. 

 

ભારતે પરમાણુ પરીક્ષણની તૈયારી એટલી સાવધાની, ગુપ્તતાથી અને કુશળ વ્યૂહરચના સાથે કરી હતી કે અમેરિકાના સેટેલાઇટ પણ છેતરાઇ ગયા. જોકે કેટલાક વૈજ્ઞાનિકો સહિત કેટલાક ગણ્યાંગાંઠ્યા લોકોને આ વિશે જાણકારી હતી, પરંતુ તમામ લોકોએ પોતાનું કાર્ય કુશળતાપૂર્વક પૂરું કર્યુ હતુ. આ ટીમ ઉપરાંત સરકારના કેટલાય વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીઓને પણ આ વિશે કોઇ જાણ ન હતી.