પોઈચાઃ નિલકંઠધામ ખાતે પરસોત્તમ માસમાં વિશેષ યજ્ઞ યોજાયો

પોઈચાઃ નિલકંઠધામ ખાતે પરસોત્તમ માસમાં વિશેષ યજ્ઞ યોજાયો

પરશોત્તમ માસમાં તપ, વ્રત, સ્નાન અને યાત્રાનો વિશેષ મહિમાં રહેલો છે. નર્મદા જિલ્લાના પોઈચા નિલકંઠ ધામ ખાતે સંતો દ્વારા વિશેષ વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાનો આકરો તાપ અને અગ્નિ ની ગરમી વચ્ચે ધર્મસંભવ સ્વામી, જનાર્દન સ્વામી, પ્રભુ સ્વામી વિગેરે સંતો દ્વારા યજ્ઞદેવને આહુતી અર્પી ખરા અર્થમાં અધિક માસને અધિક મહત્વ આપી રહ્યાં છે. આ યજ્ઞની પુર્ણાહુતી 13 જુન અમાસના દિવસે કરવામાં આવશે. હાલ વેકેસનનો સમય હોવાથી ભક્તો મોટી સંખ્યામાં પોઈચા ખાતે દર્શનાર્થે ઉમટી રહ્યાં છે.