પાદરાનું સંતરામ મંદિર 5000 દીવડાથી ઝળહળ્યું ઉઠ્યું

પાદરાનું સંતરામ મંદિર 5000 દીવડાથી ઝળહળ્યું ઉઠ્યું

પાદરાના સંતરામ મંદિરમાં ગત રોજ દેવ દિવાળીના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 5000 હજાર જેટલા દીવડાની ભવ્ય રોશનીથી સંતરામ મંદિર પરિસર ઝળહળ્યું ત્યારે ચોમેર જય મહારાજનો નાદ ગુચ્યો હતો. આતશબાજીએ ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો. દેવ દિવાળીના પર્વની ઉજવણી વખતે સવારથી દર્શનાર્થીઓની ભીડ જામી હતી. મોડી સાંજના દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. દિવસ દરમિયાન વિષ્ણુસહસ્ત્રના નામ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.