રેશમી વસ્ત્ર પર ભગવાન સ્વામિનારાયણનાં કંકુપગલાં

રેશમી વસ્ત્ર પર ભગવાન સ્વામિનારાયણનાં કંકુપગલાં

આજથી 214 વર્ષ પહેલા 4 થી જૂન ઇસ 1804 ના રોજ ભગવાન સ્વામિનારાયણ મહારાજ વડનગર પધાર્યાં હતાં, અને સતત (પાંચ વર્ષ સુધી) 1809 સુધી દશેક વખત વડનગર રોકાણ કર્યું હતું. એ સમયે ફોટોગ્રાફીની શોધ થઈ નહોતી એટલે યાદોને સંગ્રહવા ચિત્રો બનાવતા હતા. આ ઉપરાંત પગની છાપ લેવાની વીધિ હતી. મહાન સંતો, લોકપ્રિય રાજામહારાજાઓ, વિશેષ મહેમાનો અથવા સામાજિક લોકપ્રિયતા ધરાવતા વ્યક્તિત્વના પગલાં જ્યારે ઘરે પડે, તેમની ઘરમાં પધરામણી થાય ત્યારે તેમના કંકુ પગલાં રેશમના વસ્ત્રો પર ઝીલવાની અને તેને સંગ્રહવાની એક પ્રથા હતી. આવી જ એક ભગવાન સ્વામિનારાયણના કંકુપગલાંની છાપ વડનગરમાં સચવાયેલી છે.